GDM Gujarati – જેસ્ટેશનલ (ગર્ભાવધિ) ડાયાબિટીસ શું છે?
- સગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ ‘જેસ્ટેશનલ ડાયાબિટીસ’ તરીકે ઓળખાય છે.
- તમારું શરીર સગર્ભાવસ્થા દરમિયાન પોતાની વધારાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું ઇન્સ્યુલિન (બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરવા માટે મહત્વનું હોર્મોન) પર્યાપ્ત માત્રામાં પેદા ન કરી શકવાને કારણે તે ઉદ્ભવે છે. તેને લીધે ગ્લુકોઝના પ્રમાણમાં વધારો થાય છે.
- જેસ્ટેશનલ ડાયાબિટીસ સામાન્ય રીતે સગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં અથવા તેના મધ્યમાં થવાની શરૂઆત થાય છે.
GDM Gujarati – જેસ્ટેશનલ ડાયાબિટીસ કેટલો સામાન્ય છે?
- જેસ્ટેશનલ ડાયાબિટીસ ખૂબ સામાન્ય છે.
- તે સગર્ભાવસ્થા દરમિયાન 100માંથી 18 જેટલી મહિલાઓને અસર કરી શકે છે.
GDM Gujarati – વજનમાં વધારો
- વજન સાથે સુનિયંત્રિત બ્લડ ગ્લુકોઝ, તમારું વજન અને સગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો એ તમારા ગર્ભના વજનમાં વધારા પર મોટી અસર પહોંચાડે છે.
- સગર્ભાવસ્થા દરમિયાન તમારો BMI અને તમારું વધતું વજન તમારા ગર્ભના વજનમાં પણ વધારો કરશે. તેથી, જોખમ રહે છે કે ગર્ભ જન્મ પહેલાં જ અધિક વજન ધરાવતો હોય.
- સગર્ભાવસ્થાના પહેલા તબક્કા દરમિયાન ઓછું વજન વધે તે હિતકારક છે, જેથી સગર્ભાવસ્થાના બીજા તબક્કા દરમિયાન વધુ વજન વધી શકવા માટે અનૂકુળતા રહે.