ડાયાબિટીસનો અર્થ એ છે કે, આપના રક્તમાં ખૂબ વધુ માત્રામાં શર્કરા છે. ઉચ્ચ રક્ત શર્કરાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપનું શરીર ઇન્સ્યૂલિન તરીકે ઓળખાતા રસાયણ કે હોર્મોનનું ઉત્પાદન પૂરતા પ્રમાણ કરવાનું બંધ કરી દે છે.
આપનું શરીર આપ જે કંઈ પણ આરોગો તેમાંથી મોટાભાગના ખોરાકને ગ્લુકોઝ તરીકે ઓળખાતા શર્કરાના એક પ્રકારમાં પરિવર્તિત કરી દે છે.
આ શર્કરા આપના શરીરમાં આપના રક્તમાંથી તમામ કોશિકા સુધી પહોંચી જાય છે. આપને ઊર્જા પૂરી પાડવા આપના શરીરની કોશિકાને શર્કરાની જરૂર પડે છે.
ઇન્સ્યૂલિન શર્કરાને આપના શરીરમાંથી આપની કોશિકાઓ સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે. ઇન્સ્યૂલિન વગર આપને ઊર્જાવાન રાખવા માટે આપની કોશિકાઓને જરૂરી શર્કરા મળી શકતી નથી.
શર્કરાને આપના રક્તમાંથી આપના શરીરની કોશિકાઓ સુધી લઈ જઇને ઇન્સ્યૂલિન આપના રક્ત શર્કરાના સ્તરને સામાન્ય (ખૂબ ઊંચુ નહીં; ખૂબ નીચું નહીં) જાળવી રાખવામાં મદદરૂપ થાય છે .
રક્ત શર્કરાના ઊંચા સ્તરને નીચું રાખવા માટે જ્યારે આપની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ન હોય ત્યારે તેનો અર્થ એ થયો કે આપને ડાયાબિટીસ છે.
રક્ત શર્કરાનું ઊંચુ સ્તર સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે.
ડાયાબિટીસની સારવાર શક્ય છે અને તે થવી જ જોઇએ.
જ્યારે આપનું શરીર ઇન્સ્યૂલિનનું ઉત્પાદન બિલકુલ ન કરે
આપનું શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ઉત્પન્ન ન કરે અથવા તો, શરીર દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ ઇન્સ્યૂલિન યોગ્ય રીતે કામ ન કરે.
શર્કરાને આપના રક્તમાંથી આપની કોશિકાઓ સુધી લઈ જવા માટે આપ જો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ન ધરાવતા હો તો રક્ત શર્કરાનું સ્તર ઊંચુ રહે છે.
ટાઇપ 2 ડાયાબિટીસમાં શરીર થોડું ઇન્સ્યૂલિન બનાવે તો છે પરંતુ તે પૂરતું હોતું નથી.
અથવા તો શરીર દ્વારા ઉત્પાદિત કરવામાં આવતું ઇન્સ્યૂલિન યોગ્ય રીતે કામ કરતું નથી
ટાઇપ 2 ડાયાબિટીસ સામાન્ય રીતે વયસ્કોમાં થાય છે પરંતુ બાળકોને પણ તે થઈ શકે છે.
મેદસ્વી લોકોમાં અથવા તો જો કોઇના પરિવારજનમાં ડાયાબિટીસ હોય તો તેવા લોકોમાં તે સર્વસામાન્ય રીતે જોવા મળતો હોય છે.
ટાઇપ 2 ડાયાબિટીસ સાથે કેટલાક જોખમકારક પરિબળો સંકળાયેલા છે અને તેમાં સમાવિષ્ટ છેઃ
આપને જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે આપના રક્તમાં વધારે પડતી શર્કરા (ગ્લુકોઝ) જમા થાય છે.
આ વધારાની શર્કરાને ગાળવા અને અવશોષવા આપની કીડનીઓ વધારાનું કામ કરવા માટે મજબૂર થાય છે, જે વારંવાર પેશાબ કરવા તરફ દોરી જાય છે.
આપ જ્યારે પેશાબ મારફતે શર્કરા ગુમાવતા હો ત્યારે આપ કેલરી પણ ગુમાવતા હો છો.
આ સાથે જ, ડાયાબિટીસ આપના આહારમાંથી મળતી શર્કરાને આપની કોશિકાઓ સુધી પહોંચતા અટકાવી શકે છે – જે સતત ભૂખ લાગવા તરફ દોરી જાય છે.
આ બંનેની સંયુક્ત અસર સંભવિતપણે ઔર ઝડપથી વજન ઉતારે છે.
વધારે પડતી તરસ (જેને પોલીડિપ્સિયા પણ કહેવાય છે) લાગવી એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ.
આપને જ્યારે ડાયાબિટીસ થાય છે ત્યારે આપના રક્તમાં વધારાની શર્કરા (ગ્લુકોઝ) જમા થાય છે.
આ વધારાની શર્કરાને ગાળવા અને અવશોષવા આપની કીડનીઓ વધારાનું કામ કરવા માટે મજબૂર થાય છે.
આપની કીડનીઓ જો તેને સહન ન કરી શકે તો, વધારાની શર્કરા આપના પેશાબ વાટે બહાર નીકળે છે, જે પોતાની સાથે આપની પેશીઓમાંથી પ્રવાહી પદાર્થોને પણ ખેંચી લાવે છે.
તેનાથી વારંવાર પેશાબ લાગે છે, જે આપના શરીરમાંથી પાણીનું સ્તર ઘટાડી દે છે.
આપ આપની તરસ છીપાવવા જેટલી વધુ વખત પ્રવાહી પીશો એટલી વધુ વાર આપે પેશાબ કરવા જવું પડશે.
આપને થાક પણ લાગી શકે છે. ઘણા પરિબળો તેમાં ભાગ ભજવી શકે છે.
તેમાં પેશાબ લાગવાનું વધી જવાને પરિણામે થયેલા ડીહાઇડ્રેશનનો અને ઊર્જાની જરૂરિયાતો માટે આપનું શરીર શર્કરાનો ઉપયોગ કરવા ઓછું સક્ષમ રહી ગયું હોવાથી આપના શરીરની યોગ્ય રીતે કામ કરવાની અક્ષમતાનો સમાવેશ થાય છે.
ખૂબ લાંબા સમય સુધી રક્ત શર્કરાનું ઊંચુ સ્તર રહે તો તે નસોને પ્રભાવિત કરી શકે છે અને તે રક્તના ખરાબ પરિભ્રમણ તરફ દોરી જાય છે, જે ત્વચાને રીપેર કરવા રક્તને ચાંદા અને ઘાથી પ્રભાવિત થયેલા શરીરના ભાગો સુધી પહોંચવાનું મુશ્કેલ બનાવી દે છે
જે તેને મહિનાઓ સુધી ખુલ્લા અને રૂઝાયા વગરના રાખે છે, જે નીચેની બાબતોનું જોખમ વધારી દે છેઃ
ાયાબિટીસના લક્ષણોમાં ક્યારેક આપની દ્રષ્ટિનો પણ સમાવેશ થાય છે.
રક્ત શર્કરાનું ઊંચુ સ્તર આપની આંખના લેન્સ સહિત આપની પેશીઓમાંથી પ્રવાહી પદાર્થોને ખેંચી કાઢે છે.
જે ફૉકસ કરવાની આપની ક્ષમતાને પ્રભાવિત કરે છે.
આપના રક્તમાં વધુ પડતી શર્કરા નસોને ક્ષતિગ્રસ્ત કરવા તરફ દોરી જઈ શકે છે.
આપ આપના હાથમાં, અને પગમાં ઝણઝણાટી અને સંવેદન ગુમાવી દીધું હોવાનું તેમજ આપના ખભામાં, હાથમાં, પગમાં અને પગના તળિયામાં બળતરા સાથેનો દુઃખાવો પણ અનુભવી શકો છો.
75 ટકા મહિલા તેમના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એકવાર યોનિમાર્ગના ચેપનો ભોગ બને છે.
ઉચ્ચ રક્ત શર્કરા અને યોનિમાર્ગના ચેપ વચ્ચે નોંધપાત્ર સંબંધ રહેલો છે.
ડાયાબિટીસ જેવી પરિસ્થિતિ સહિત ઘણીબધી બાબતો આપને ચેપ લાગવાનું જોખમ વધારી દે છે.
એક અંદાજ મુજબ ડાયાબિટીસ ધરાવનારા 35%થી 75% પુરુષો તેમના જીવનકાળ દરમિયાન મહદંશે જાતીય નબળાઈ કે નપુંસક્તાનો અનુભવ કરે છે.
અનિયંત્રિત ડાયાબિટીસ હૃદય રોગ, નસોને નુકસાન પહોંચવું, અંગવિચ્છેદન અને દ્રષ્ટિની સમસ્યાઓ સહિતની અનેક ટૂંકા અને લાંબાગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે.
ડાયાબિટીસ હૃદય રોગ થવાનું કે સ્ટ્રોક આવવાનું જોખમ સામાન્ય માણસ કરતા 3થી 4 ગણું વધારી દે છે. તેમાં છાતીમાં દુઃખાવા (એન્જાઇના) સહિત કોરોનરી ધમનીની બીમારી, હાર્ટ એટેક, સ્ટ્રોક અને ધમનીઓ સાંકડી (એથ્રોસ્ક્લેરોસિસ) થઈ જવાનો સમાવેશ થાય છે.
વધારે પડતી શર્કરા આપની નસોને પોષણ આપનારી નાની રક્ત નલિકાઓ (કેપલેરીઝ)ની દિવાલોને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને આપના પગમાં. તે ઝણઝણાટી, સંવેદનશૂન્યતા, બળતરા કે દુઃખાવો કરી શકે છે, જે સામાન્ય રીતે અંગૂઠા કે આંગળીઓની ટોચથી શરૂ થાય છે અને ધીમે-ધીમે ઉપરની તરફ ફેલાય છે. તેની સારવાર કરવામાં ન આવે તો, આપ પ્રભાવિત અંગોમાંથી નસોની સંવેદનશીલતા સંપૂર્ણપણે ગુમાવી દઈ શકો છો. પાચન સાથે સંબંધિત નસોને થયેલું નુકસાન ઉબકા, ઊલટી, ઝાડા અથવા કબજિયાત જેવી સમસ્યાઓ સર્જી શકે છે. તે પુરુષોમાં નપુંસક્તા તરફ પણ દોરી જઈ શકે છે.
કીડની લાખો નાની રક્ત નલિકાઓના ક્લસ્ટર્સ (ગ્લોમેરુલી) ધરાવે છે, જે આપના રક્તમાંથી કચરાને ગાળે છે. ડાયાબિટીસ આ ગાળણની નાજુક પ્રણાલીને નુકસાન પહોંચાડી શકે છે. તીવ્ર નુકસાન કીડની ફેલ્યોર કે કીડનીની બીમારીના ઉલટાવી ન શકાય તેવા અંતિમ-તબક્કા તરફ દોરી જઈ શકે છે, જેના માટે ડાયાલિસીસ કે કીડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે.
ડાયાબિટીસ રેટિનાની રક્ત નલિકાઓને નુકસાન પહોંચાડી શકે છે (ડાયાબેટિક રેટિનોપેથી), જે સંભવતઃ અંધત્વ તરફ દોરી જાય છે. ડાયાબિટીસ મોતિયો અને ગ્લુકોમા જેવી દ્રષ્ટિ સંબંધિત અન્ય ગંભીર પરિસ્થિતિઓ થવાનું જોખમ પણ વધારી દે છે.
પગમાં નસોને થયેલું નુકસાન અથવા તો પગમાં રક્તનો ખરાબ પ્રવાહ પગ સંબંધિત વિવિધ જટિલતાઓ થવાનું જોખમ વધારી દે છે. જો તેની સારવાર કરવામાં ન આવે તો, ચીરા અને ફોલ્લા ગંભીર ચેપ વિકસાવી શકે છે, જે ઘણીવાર સારી રીતે રૂઝાઈ શકતું નથી. આવા ચેપમાં આખરે ચેપગ્રસ્ત ભાગનું વિચ્છેદન કરવાની જરૂર પડે છે. ડાયાબિટીસ એ અંગવિચ્છેદનનું સર્વસામાન્ય કારણ છે.
ડાયાબિટીસ આપને બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સહિતની ત્વચા સંબંધિત સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ બનાવી દે છે.
ડાયાબિટીસની દવાઓ રક્ત શર્કરા અને ભવિષ્યમાં આવનારી જટિલતાઓમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીસની અલગ-અલગ પ્રકારની ગોળીઓ ઉપલબ્ધ છે. તેમાંની ઘણી બધી અલગ-અલગ પ્રકારે કામ કરે છે.
કેટલાક દર્દીઓએ ડાયાબિટીસની એકથી વધુ ગોળી ખાવી પડે છે.
આપ જ્યારે આપના આહાર અને વ્યાયામના નિત્યક્રમનું અનુપાલન કરો છો ત્યારે જ ડાયાબિટીસની દવાઓ શ્રેષ્ઠ પરિણામ આપે છે.
આપે શું કરવું જોઇએઃ
કેટલીકવાર વ્યક્તિગત પરિસ્થિતિ પર આધાર રાખીને કોઈ વ્યક્તિને ડાયાબિટીસની જટિલતાઓને નિયંત્રિત કરવા અથવા નિવારવા માટે કેટલીક અન્ય દવાઓની જરૂર પડી શકે છેઃ
તે આપના શરીરના ઇન્સ્યૂલિનની સક્રિયતા વધારે છે, યકૃત પર કામ કરે છે અને ગ્લુકોઝનો ઉપયોગ કરવા શરીરને મદદરૂપ થાય છે
થોડું વજન ઉતારવામાં આપને મદદરૂપ થઈ શકે છે
શરૂઆતમાં તે પેટમાં ગડબડ અને ઝાડા કરી શકે છે પરંતુ સામાન્ય રીતે 1 અઠવાડિયા બાદ તેમાં સુધારો થઈ જાય છે, ભોજન સાથે લેવાથી રાહત રહે છે કેટલીક વાર આપ તેના ખાલી કોચલા ટોઇલેટમાં જોઈ શકો છો
આપના ગ્લુકોઝના સ્તર પર આધાર રાખી સ્વાદુપિંડમાંથી થતાં ઇન્સ્યૂલિનના સ્રાવના સ્તરને વધારવામાં મદદરૂપ થાય છે
હાઇપોગ્લાયસેમિયા કરતી નથી અને તે સૌથી સુરક્ષિત દવા છે
આ દવા સ્વાદુપિંડમાં રહેલી બીટા કોશિકાઓને વધુ પ્રમાણમાં ઇન્સ્યૂલિન બનાવવાનો આદેશ આપે છે
ક્યારેક તે રક્ત શર્કરા ઘટાડી દઈ શકે છે અથવા હાઇપોગ્લાયસેમિયા કરી શકે છે
તેને ઇન્સ્યૂલિનની જેમ ત્વચામાં દાખલ કરીને લેવામાં આવે છે અને બ્લડ ગ્લુકોઝના સ્તર પર આધાર રાખી તે સ્વાદુપિંડમાંથી થતાં ઇન્સ્યૂલિનના સ્રાવના સ્તરમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે
તે શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે
તેનાથી હાઇપોગ્લાયસેમિયા થતું નથી પરંતુ આપને ક્યારેક ઉબકા આવી શકે છે
તે શરીરની ગ્લુકોઝની ગ્રહણશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, ખાસ કરીને આપના સ્નાયુમાં
ક્યારેક તે વજન વધવા માટે અથવા સોજો આવી જવા માટે કારણભૂત બની શકે છે
આ ટૂંકા ગાળા માટે કામ કરનારી દવાઓ છે અને તે સ્વાદુપિંડ દ્વારા થતાં ઇન્સ્યૂલિનના સ્રાવમાં મદદરૂપ થાય છે
આ દવાઓ ફક્ત ભોજન સાથે જ લેવી જોઇએ
કેટલીકવાર તે હાઇપોગ્લાયસેમિકા કરી શકે છે પરંતુ સલ્ફોનીલ્યુરાસની સરખામણીએ આમ થવાની શક્યતા ઘણી ઓછી છે
આપના દ્વારા આહાર લેવામાં આવ્યા બાદ આ દવાઓ આંતરડાથી થતાં કાર્બોહાઇડ્રેટના અવશોષણને ધીમું પાડી દે છે
તે સીધી આહાર પર કામ કરતી હોવાથી તેને ભોજન સાથે જ લેવી જોઇએ. આપ જો ભોજન ન લઈ રહ્યાં હો તો તેને પણ ન લેશો.
શરૂઆતમાં તે થોડી હોજરીમાં બળતરા કરી શકે છે, જે સામાન્ય રીતે સમય જતાં દૂર થઈ જાય છે
પેશાબ વાટે શરીરમાંથી ગ્લુકોઝને બહાર કાઢીને તે કીડની પર કામ કરે છે
થોડું વજન ઉતારવામાં લોકોને મદદરૂપ થઈ શકે છે
ક્યારેક તે ગુપ્તાંગોમાં ફંગલ ઇન્ફેક્શન માટે કારણભૂત બની શકે છે
હાઇપોગ્લાયસેમિયા એ રક્ત શર્કરાના અસામાન્ય રીતે નીચે જતાં રહેલાં સ્તર(સામાન્ય રીતે 70 એમજી/ડીએલથી ઓછી)ની લાક્ષણિક્તા ધરાવતી સ્થિતિ છે,
આપ જો આમ કરતાં હો તો તે થઈ શકે છેઃજોકે, બ્લડ ગ્લુકોઝના આપના વ્યક્તિગત લક્ષ્યો અને આપના માટે કેટલું સ્તર ખૂબ નીચું ગણાય છે તેના માટે આપ આપના હેલ્થ કેર પ્રોવાઇડર સાથે વાત કરો તે અગત્યનું છે.
આપનું શુગર ઘટી જાય ત્યારે
સૌપ્રથમ તો, 15 ગ્રામ જેટલો ઝડપથી કામ કરનારો કાર્બોહાઇડ્રેટ ખાઈ અથવા પી જાઓ, જેમ કેઃ
આપને જો શુગર ઘટી જવાની સમસ્યા રહેતી હોય તો, આપે 15 ગ્રામ જેટલો ઝડપથી કામ કરનારો ખાંડયુક્ત આહાર તુરંત ખાઈ કે પી લેવો ખૂબ જરૂરી છે, જેમ કે;
નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા અથવા રાત્રે થતાં હાઇપોઝ એ ઇન્સ્યૂલિન દ્વારા પોતાના ડાયાબિટીસની સારવાર કરનારા લોકોમાં સર્વસામાન્ય છે. સામાન્ય રીતે હાઇપોમાંથી જાગ્યા બાદ જ તેના લક્ષણો દૂર થતાં હોય છે.
તેના આ પ્રકારને કારણે, આપને રાત્રિ દરમિયાન હાઇપોમાંથી જાગ્યા બાદ જ સામાન્ય રીતે હાઇપો થયો હોવાનો ખ્યાલ આવે છે.
આથી જ રાત્રિના સમયે હાઇપોઝ થતાં હોવા અંગે લોકોને ખબર પણ પડતી નથી, આથી નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા ક્યારે થાય છે તેના ચિન્હો અને લક્ષણો જાણવામાં સમર્થ હોવું એ ખૂબ ઉપયોગી છે.
ઇન્સ્યૂલિનનો ઉપયોગ કરનારાઓમાં નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા એ ખૂબ જ સર્વસામાન્ય છે ત્યારે જે લોકો મોં વાટે એન્ટિ-ડાયાબેટિક દવાઓ લે છે તેમને પણ તે થઈ શકે છે.
નોક્ટર્નલ (રાત્રે) હાઇપોગ્લાયસેમિયાની ઘટના દરમિયાન આપ ક્યારેક જાગી જઈ શકો છો.
જોકે, આપ જાગી ન જાઓ તો, આપ જ્યારે ઊંઘમાં હતા ત્યારે હાઇપોગ્લાયસેમિયા થયો હોવા અંગે આપને નીચેમાંથી એક કે તેથી વધુ સંકેતો દ્વારા તેની જાણકારી મળી શકે છે.
ડાયાબિટીસ ધરાવનારા બાળકોના માતા-પિતા માટે નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા વિશેષરૂપે ચિંતાજનક બાબત છે.
ડાયાબિટીસ ધરાવનારા બાળકોના માતા-પિતા તેમના બાળકોને રાત્રિના સમયે હાઇપોગ્લાયસેમિયા થયો છે કે નહીં તે અંગે ચિંતિત રહેતા હોય તો તેઓ તેમનું બાળક ઊંઘમાં હોય ત્યારે તેની ગરદન તપાસી શકે છે.