ઇન્સ્યુલિન એ રક્તમાં ગ્લુકોઝના સ્તરનું નિયમન કરવા સ્વાદુપિંડ દ્વારા ઉત્પાદિત થતું એક હોર્મોન છે. ઇન્સ્યૂલિનની ગેરહાજરીમાં આપણા શરીરની કોશિકાઓ ઊર્જાના સ્રોત તરીકે ગ્લુકોઝનો ઉપયોગ કરી શકતી નથી. આપને જ્યારે ડાયાબિટીસ થાય છે ત્યારે આપનું શરીર ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરી શકતું નથી અથવા તો આપના દ્વારા જે ઇન્સ્યૂલિન ઉત્પાદિત કરવામાં આવે છે તે યોગ્ય રીતે કામ કરતું નથી. આથી, આપને બહારથી ઇન્સ્યૂલિન લેવું પડે છે. આપ પેન, સિરીંજ કે ઇન્સ્યૂલિન પમ્પ ઇન્જેક્ટ કરીને આપને જરૂરી હોય એટલું ઇન્સ્યૂલિન લઈ શકો છો. ઇન્સ્યૂલિન લેવાથીઃ તે આપની શર્કરાના સ્તર નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે આપને ઊર્જા પ્રદાન કરે છે આપની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે
ભૂખ્યા હોવાની સ્થિતિ દરમિયાન થતો ઇન્સ્યૂલિનનો સ્રાવ બેસલ ઇન્સ્યૂલિન તરીકે ઓળખાય છે. ખોરાક લીધા બાદ રક્ત શર્કરાના વધેલા સ્તરના પ્રતિભાવમાં ઇન્સ્યૂલિનના સ્રાવમાં વધારો થાય છે. ડાયાબિટીસ હોવાની સ્થિતિમાં આ પ્રક્રિયા પ્રભાવિત થાય છે, જેથી કરીને બહારથી ઇન્સ્યૂલિન શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે.
હાઇપોગ્લાયસેમિયા એ રક્ત શર્કરાના અસામાન્ય રીતે નીચે જતાં રહેલાં સ્તર(સામાન્ય રીતે 70 એમજી/ડીએલથી ઓછી)ની લાક્ષણિક્તા ધરાવતી સ્થિતિ છે, આપ જો આમ કરતાં હો તો તે થઈ શકે છેઃ વધુ પડતો વ્યાયામ કરવો પૂરતા પ્રમાણમાં ભોજન ન આરોગવું ભોજનને અવગણવું ઘણી બધી દવાઓ લેવી જોકે, બ્લડ ગ્લુકોઝના આપના વ્યક્તિગત લક્ષ્યો અને આપના માટે કેટલું સ્તર ખૂબ નીચું ગણાય છે તેના માટે આપ આપના હેલ્થ કેર પ્રોવાઇડર સાથે વાત કરો તે અગત્યનું છે.
આપનું શુગર ઘટી જાય ત્યારે સૌપ્રથમ તો, 15 ગ્રામ જેટલો ઝડપથી કામ કરનારો કાર્બોહાઇડ્રેટ ખાઈ અથવા પી જાઓ, જેમ કેઃ ગ્લુકોઝની ત્રણથી ચાર ગોળીઓ ગ્લુકોઝ જેલની એક ટ્યુબ હાર્ડ કેન્ડીના ચારથી છ ટુકડા (શુગર-ફ્રી નહીં) 1/2 કપ ફળોનો જ્યુસ 1 કપ મલાઈ કાઢેલું દૂધ 1/2 કપ સોફ્ટ ડ્રીંક (શુગર-ફ્રી નહીં)
ધ્રુજારી પરસેવો વળવો ચક્કર આવવા ભૂખ લાગવી ધબકારા વધી જવા દૃષ્ટિ ધૂંધળી થઈ જવી માથું દુઃખવું નબળાઈ અથવા થાક લાગવો આપને જો શુગર ઘટી જવાની સમસ્યા રહેતી હોય તો, આપે 15 ગ્રામ જેટલો ઝડપથી કામ કરનારો ખાંડયુક્ત આહાર તુરંત ખાઈ કે પી લેવો ખૂબ જરૂરી છે, જેમ કે; ½ રેગ્યુલર (ડાયેટ નહીં!) સોડાનું કેન રીયલ શુગરની 1 મોટી ચમચી (અથવા બે પેકેટ) આપ જેને ઝડપથી ખાઈ શકો તેવી 3 હાર્ડ કેન્ડી
નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા અથવા રાત્રે થતાં હાઇપોઝ એ ઇન્સ્યૂલિન દ્વારા પોતાના ડાયાબિટીસની સારવાર કરનારા લોકોમાં સર્વસામાન્ય છે. સામાન્ય રીતે હાઇપોમાંથી જાગ્યા બાદ જ તેના લક્ષણો દૂર થતાં હોય છે. તેના આ પ્રકારને કારણે, આપને રાત્રિ દરમિયાન હાઇપોમાંથી જાગ્યા બાદ જ સામાન્ય રીતે હાઇપો થયો હોવાનો ખ્યાલ આવે છે. આથી જ રાત્રિના સમયે હાઇપોઝ થતાં હોવા અંગે લોકોને ખબર પણ પડતી નથી, આથી નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા ક્યારે થાય છે તેના ચિન્હો અને લક્ષણો જાણવામાં સમર્થ હોવું એ ખૂબ ઉપયોગી છે. ઇન્સ્યૂલિનનો ઉપયોગ કરનારાઓમાં નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા એ ખૂબ જ સર્વસામાન્ય છે ત્યારે જે લોકો મોં વાટે એન્ટિ-ડાયાબેટિક દવાઓ લે છે તેમને પણ તે થઈ શકે છે.
નોક્ટર્નલ (રાત્રે) હાઇપોગ્લાયસેમિયાની ઘટના દરમિયાન આપ ક્યારેક જાગી જઈ શકો છો. જોકે, આપ જાગી ન જાઓ તો, આપ જ્યારે ઊંઘમાં હતા ત્યારે હાઇપોગ્લાયસેમિયા થયો હોવા અંગે આપને નીચેમાંથી એક કે તેથી વધુ સંકેતો દ્વારા તેની જાણકારી મળી શકે છે. બેચેની ભરેલી ઊંઘ તીવ્ર સપના કે દુઃસ્વપ્ન સવારે માથામાં દુઃખાવો થવો રાત્રે પરસેવો વળી જવો મિજાજમાં પરિવર્તન થાક આંચકી
ડાયાબિટીસ ધરાવનારા બાળકોના માતા-પિતા માટે નોક્ટર્નલ હાઇપોગ્લાયસેમિયા વિશેષરૂપે ચિંતાજનક બાબત છે. ડાયાબિટીસ ધરાવનારા બાળકોના માતા-પિતા તેમના બાળકોને રાત્રિના સમયે હાઇપોગ્લાયસેમિયા થયો છે કે નહીં તે અંગે ચિંતિત રહેતા હોય તો તેઓ તેમનું બાળક ઊંઘમાં હોય ત્યારે તેની ગરદન તપાસી શકે છે.
આપ જ્યારે શરીરના ચરબીયુક્ત હિસ્સામાં ત્વચાની બિલકુલ નીચે ઇન્સ્યૂલિનને દાખલ કરો છો ત્યારે તે શ્રેષ્ઠ રીતે કામ કરે છે. આપ ક્લિનિકમાંથી બહાર નીકળો તે પહેલાં નીચેની બાબતો કઈ રીતે કરવી તેની આપને જાણકારી હોય તે સુનિશ્ચિત કરી લોઃ ઇન્સ્યૂલિન તૈયાર કરવું ઇન્સ્યૂલિનને દાખલ કરવું ઇન્જેક્શનની જગ્યા ફેરવવી
આપના શરીરમાં ઇન્સ્યૂલિન આપવાના વિવિધ ઉપકરણો છેઃ સિરીંજ, ઇન્સ્યૂલિન પેન, ઇન્સ્યૂલિન પમ્પ અને આઇ-પોર્ટ એ ઇન્સ્યૂલિન આપવાના વિવિધ વિકલ્પો છે. સિરીંજ- ઇન્સ્યૂલિનની સિરીંજ સામાન્ય સિરીંજ કરતાં અલગ હોય છે. તે પ્રમાણમાં વધુ પાતળી હોય છે, તેનાથી લગભગ દુઃખાવો થતો નથી અને તે દૂર કરી શકાય તેવા નીડલ ગાર્ડ સાથે આવે છે. સિરીંજના બહારના ભાગે રેખાઓ અંકિત કરવામાં આવેલી હોય છે, જેથી આપને ઇન્સ્યૂલિનની યોગ્ય માત્રા બહાર કાઢવામાં મદદ મળી શકે. પેન- ડોઝને માપવા માટે તે ઇન્સ્યૂલિન કાર્ટ્રિજ (અંદર નાંખેલી અથવા તો અલગથી લાવવામાં આવેલ) અને ડાયલની બનેલી હોય છે તેમજ ડોઝ પૂરો પાડવા ડિસ્પોઝેબલ પેન નીડલ્સ દ્વારા તેનો ઉપયોગ થાય છે. ઇન્સ્યૂલિન સિરીંજની સરખામણીએ ઇન્સ્યૂલિન પેન કેટલાક નોંધપાત્ર ફાયદા ધરાવે છેઃ ઉપયોગમાં સરળ ચોક્કસાઈ
હૂંફાળા અને સાબુવાળા પાણી વડે હાથ ધોવો જો ક્લાઉડી ઇન્સ્યૂલિનનો ઉપયોગ કરી રહ્યાં હો તો બોટલને હાથ વચ્ચે રાખી રગડો(હલાવશો નહીં). ઇન્સ્યૂલિનની બોટલના રબર સ્ટોપરને આલ્કોહોલ વડે સાફ કરો. આપ ઇન્સ્યૂલિનના જેટલા યુનિટ્સ લેવા જઈ રહ્યાં હો તેટલી જ સંખ્યામાં સિરીંજને હવાથી ભરો. સોયને બોટલમાં દાખલ કરો અને હવાને ઇન્સ્યૂલિનની બોટલમાં દબાવીને કાઢો. સિરીંજ અને બોટલને ઊંધી કરી આપનો ઇન્સ્યૂલિનનો ડોઝ કાઢી લો. સોયને આપની ત્વચામાં દાખલ કરો ડોઝ આપવા માટે પ્લન્જરને સિરીંજના છેડે દબાવો
નવી પેનની સોય પરથી પેચ કાઢો અથવા ક્લિક કરો. જો જરૂર જણાય તો, સોયમાંથી હવા કાઢવા માટે પેનને ભરો જેટલા યુનિટ્સની જરૂર હોય તે મુજબ પેન (અથવા ‘‘ડાયલ’’)ના છેડેથી નૉબ ચાલુ કરો સોયને ત્વચામાં દાખલ કરો ડોઝ આપવા માટે પેનના છેડે આવેલ બટનને દબાવો આપવામાં આવેલ ડોઝને આધારે પાંચ અથવા દસ ગણો ઉપયોગમાં લીધેલ સોયનો નિકાલ કરવા માટે કાઢી લો ઇન્સ્યૂલિન આપવા માટે સિરીંજ અને પેનના ઉપયોગની કેટલીક ટિપ્સઃ જેટલી ટૂંકી સોય હોય એટલી ઇન્જેક્શનની અસુવિધા એટલી ઓછી થાય છે. જોકે, ઇન્સ્યૂલિન કેટલી ઝડપી અસર કરે છે તે ઇન્જેક્શનની ઊંડાઈથી પ્રભાવિત થાય છે. ઇન્સ્યૂલિનના ડોઝ સાથે મેળ ખવડાવવા માટે સિરીંજની સાઇઝ (જેમ કે, 1સીસી, 1/2સીસી, 3/10સીસી) સાથે સંકલન કરો. સિરીંજ/પેનની સોયનો ફરીથી ઉપયોગ કરશો નહીં. સિરીંજને શેર કરશો નહીં. ઉપયોગમાં લીધેલ સિરીંજ/પેનની સોયનો યોગ્ય રીતે નિકાલ કરો
આપ જ્યારે શરીરના ચરબીયુક્ત હિસ્સામાં ત્વચાની લગભગ નીચે જ્યારે ઇન્સ્યૂલિન દાખલ કરો છો ત્યારે તે શ્રેષ્ઠ રીતે કામ કરે છે. અહીં નીચે ઇન્સ્યૂલિન દાખલ કરવાની જગ્યાઓ આપવામાં આવી છે ખભાના પાછળના ભાગે પેટ (દૂંટીની આસપાસ) જાંઘની આગળ અને બાજુના ભાગે કમરની પાછળ ઉપલા ભાગે પાછળના છેડે (નિતંબ) અગાઉ જે ભાગોએ ઇન્જેક્શન લીધું હોય તેનાથી 1 ઇંચ દૂર ઇન્જેક્શન લો. દૂંટી અને કોઇ ડાઘાથી 2 ઇંચ દૂર ઇન્જેક્શન લો. શરીરના જે ભાગ પર ઘા લાગેલ હોય, નબળા પડી ગયા હોય; સૂજી ગયા હોય કે સ્પર્શતા કઠણ લાગતા હોય તેવા ભાગનો ઉપયોગ કરશો નહીં. ઇન્જેક્શનની જગ્યા પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ઇન્જેક્શન લેવાની જગ્યા બદલતા રહેવાથી તે લિપોડીસ્ટ્રોફી અર્થાત્ વારંવાર કોઇ એક જગ્યાએ સોય દાખલ કરવાથી ત્વચાની નીચે ચરબીના ગઠ્ઠાં થવાનું જોખમ ઘટાડી દે છે. યોગ્ય રીતે જગ્યા બદલવાના બે નિયમો પ્રતિ દિન એક જ સમયે સમાન સર્વસામાન્ય જગ્યા ઇન્જેક્શનના પ્રત્યેક સ્થાનની અંદર જ જગ્યા બદલો ઇન્જેક્શનનો એન્ગલ અને ત્વચાનું ફોલ્ડિંગ મોટાભાગના લોકો ત્વચાની ગડીને ચપટીમાં પકડે છે અને સોયને 90°ના ખૂણે ત્વચાની ગડીમાં દાખલ કરે છે. આપની ત્વચાને ચપટીમાં યોગ્ય રીતે પકડવા માટે નીચેના સ્ટેપ્સનું અનુસરણ કરોઃ આપના અંગૂઠા અને બે આંગળીઓ વચ્ચે એક-બે ઇંચ ત્વચાને દબાવો, અંદર રહેલી માંસપેશીઓથી દૂર રહી ત્વચા અને ચરબીને ખેંચો. (આપ જો ઇન્જેક્ટ કરવા માટે 4 કે 5 મિલીમીટરની મિની પેન નીડલનો ઉપયોગ કરી રહ્યાં હો તો). સોય દાખલ કરો. સોય માંસપેશીમાં જતી ન રહે તે માટે ચપટીને પકડી રાખો. ઇનસ્યૂલિન દાખલ કરકવા માટે પ્લન્જર(અથવા આપ જો પેનનો ઉપયોગ કરી રહ્યાં હો તો બટન)ને દબાવો. ત્વચાની ગડી પરથી પકડ છોડી દો. સોયને ત્વચામાંથી બહાર કાઢી લો. નિરીક્ષણ